Posts

તોરણવેરા વિલેજ કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ–2026નું ભવ્ય આયોજન

Image
તોરણવેરા વિલેજ કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ–2026નું ભવ્ય આયોજન તોરણવેરા ગામ ખાતે આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ વિલેજ કપ–2026 અંતર્ગત ગામની કુલ 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તમામ ટીમોએ રોમાંચક મુકાબલાઓ સાથે ભાઈચારાની ભાવના અને ઉત્તમ ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાન પોળસ ફળિયાની ટીમે મેળવ્યું હતું, જ્યારે દ્વિતીય સ્થાન બરડ ફળિયાની ટીમે હાંસલ કર્યું હતું. આ સફળ આયોજનમાં હનુમાન ફળિયાના તમામ યુવાનો એ મેનેજમેન્ટની કમાન સંભાળી અખૂટ મહેનત અને સહકાર સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઉપરાંત, જય અંબે ડી.જે.ના મુકેશભાઈ પાડવી એ ડીજેના તાલે ઉત્સાહભરી કોમેન્ટરી કરીને તમામ ખેલાડીઓ તથા ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા, જેના કારણે નામી-અનામી તમામ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. આ પ્રસંગે ગ્રામ પંચાયત તોરણવેરા વતી વિજેતા તથા ઉપવિજેતા બંને ટીમોને સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયાએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ તમામ ગ્રામજનો, આયોજકો તથા સહયોગીઓને તહેદિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

તોરણવેરા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

Image
   તોરણવેરા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. તારીખ  10/01/2026  ના રોજ  તોરણવેરા પ્રાથમિક શાળા  દ્વારા વિદ્યાર્થીઓ માટે  શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને દેશની ગૌરવસભર ધરોહર  સ્ટેચ્યુ ઓફ યુનિટી  તથા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર  પોઇચા ના સ્થળોની મુલાકાત કરાવવામાં આવી. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન અંગે માહિતી મેળવી. સાથે જ પોઇચાના પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ સાથે આનંદનો અનુભવ થયો. આ પ્રવાસથી વિદ્યાર્થીઓમાં જ્ઞાન, સંસ્કાર અને દેશપ્રેમની ભાવના વિકસી.

તોરણવેરા ગામના અને ખેરગામ તાલુકાના અગ્રણી આગેવાન ભાવેશ વાઢુને જન્મ દિવસની શુભકામના સાથે શુભેચ્છાઓ

Image
 તોરણવેરા ગામના અને ખેરગામ તાલુકાના અગ્રણી આગેવાન ભાવેશ વાઢુને જન્મ દિવસની શુભકામના સાથે શુભેચ્છાઓ

વીર બાલ દિવસ નિમિત્તે નાંધઈ પ્રાથમિક શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ

Image
    વીર બાલ દિવસ નિમિત્તે નાંધઈ પ્રાથમિક શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં વીર બાલ દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવભાવ સાથે કરવામાં આવી. વીર બાલ દિવસ અંતર્ગત તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ, ખેરગામના માર્ગદર્શન હેઠળ ચિત્રકામ, રમતગમત તથા વાર્તા-નિબંધ લેખન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. વિશેષ શાળાના બાળકો દ્વારા પ્રેરણાદાયી બાળ નાટિકાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી લીતેશભાઈ ગાંવિત, તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયા, ગૌરી ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ, યુવા આગેવાન શ્રી આતિશભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ શ્રી ઠાકોરભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા. વીર સાહેબજાદાઓના બલિદાનને સ્મરીને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને મૂલ્યશિક્ષણનો સંદેશ આપવામાં આવ્યો.