તોરણવેરામાં ઈ-નિર્માણ કાર્ડ અને આરોગ્ય તપાસ કેમ્પમાં ૬૮૬ લાભાર્થીઓએ સેવાઓ મેળવી.
તોરણવેરામાં ઈ-નિર્માણ કાર્ડ અને આરોગ્ય તપાસ કેમ્પમાં ૬૮૬ લાભાર્થીઓએ સેવાઓ મેળવી. તારીખ: 17 માર્ચ 2026 સ્થળ: તોરણવેરા ગ્રામ પંચાયત તોરણવેરા ગ્રામ પંચાયત ખાતે આજ રોજ ઈ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) બનાવવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આજુબાજુના ગામોના નાગરિકોને ઉપસ્થિત રહી લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન કુલ ૬૮૬ જેટલા લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ આયુષ્ય કાર્ડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમજ સુગર અને બ્લડ પ્રેશર જેવી આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી. આથી ગ્રામજનોને એકજ સ્થળે આરોગ્ય તથા શાસકીય સેવાઓ ઉપલબ્ધ બની હતી. આ પ્રસંગે ભાજપના તાલુકા પ્રમુખ શ્રી લિતેશભાઈ ગાંવિત, ગૌરી ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. પૂજા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા માટે તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનિલભાઈ ડી. દાભડીયા, ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો ભાવેશભાઈ વાઢુએ મહેનતપૂર્વક કામગીરી કરી હતી. ગ્રામજનો...