Posts

Showing posts from April, 2026

ખેરગામ તાલુકા પંચાયતમાં ફરી ભગવો લહેરાયો, 16માંથી 11 બેઠક ભાજપના ફાળે.

Image
  ખેરગામ તાલુકા પંચાયતમાં ફરી ભગવો લહેરાયો, 16માંથી 11 બેઠક ભાજપના ફાળે. કોંગ્રેસે 5 બેઠક જીતી મજબૂત હાજરી નોંધાવી ગત ચૂંટણીની જેમ આ વર્ષે પણ 11-5નું જ સમીકરણ યથાવત નાંધઈ બેઠક પર પૂર્વેશ ખાંડાવાલાની સૌથી મોટી જીત (2005 મત) પાણીખડકમાં હંસા દેસાઈ 1870 મતથી વિજેતા વાડ-2માં ચેતન પટેલ 1225 મતથી જીત્યા બહેજ બેઠક પર કોંગ્રેસની રિમ્પલ પટેલ 1696 મતથી વિજયી પાટી બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે કબજે કરી આછવણી-2 બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે જીતી જિલ્લા પંચાયતની બંને બેઠક પર ભાજપનો કબજો મોહિની પટેલ 2524 મતની લીડ સાથે વિજેતા હેતલ આહીર 1881 મતથી વિજયી ખેરગામ, તા. 29 એપ્રિલ 2026: ખેરગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ પ્રભુત્વ સાબિત કરતાં કુલ 16 બેઠકમાંથી 11 બેઠક પર વિજય મેળવી ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસે 5 બેઠક જીતી મક્કમ પડકાર આપ્યો છે. ગત ચૂંટણીની જેમ આ વર્ષે પણ બેઠકોનો આંકડો યથાવત રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળ્યો છે. ભાજપ માટે નાંધઈ બેઠક સૌથી મોટી જીત બની રહી, જ્યાં પૂર્વેશ ખાંડાવાલાએ 2005 મત મેળવી શાનદાર વિજય નોંધાવ્યો હતો. પાણીખડક બેઠક પ...

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ

Image
 ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ તોરણવેરા સેજાની ૨૬ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ ઉત્સવ અને પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન સોમવારે ગામના સરપંચ સુનીલભાઈ દભાડીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરાના મેડિકલ ઓફિસર ડો. ચિરાગ ગાવિતે આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજકાલ બાળકોમાં પેકેટ ફૂડ અને ઠંડા પીણાંનું વધતું સેવન ચિંતાજનક છે, જેના કારણે સુગર જેવી આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે. તેમણે વાલીઓને બાળકોને આ પ્રકારની ખોરાકની આદતોથી દૂર રાખવા અનુરોધ કર્યો હતો. સરપંચ સુનીલભાઈ દભાડીયાએ જણાવ્યું કે સરકાર દ્વારા બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે આવા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાતા રહે છે અને તેઓ હંમેશા તેમાં સહભાગી રહે છે. કાર્યક્રમ દરમિયાન બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ જેવા ટેક હોમ રેશન તેમજ નાગલી અને જુવાર જેવા મીલેટ્સમાંથી બનેલી લગભગ ૪૦ જેટલી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બિસ્કીટ, શીરો, મેથીના...