તોરણવેરા વિલેજ કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ–2026નું ભવ્ય આયોજન
તોરણવેરા વિલેજ કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ–2026નું ભવ્ય આયોજન
તોરણવેરા ગામ ખાતે આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ વિલેજ કપ–2026 અંતર્ગત ગામની કુલ 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તમામ ટીમોએ રોમાંચક મુકાબલાઓ સાથે ભાઈચારાની ભાવના અને ઉત્તમ ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું.
ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાન પોળસ ફળિયાની ટીમે મેળવ્યું હતું, જ્યારે દ્વિતીય સ્થાન બરડ ફળિયાની ટીમે હાંસલ કર્યું હતું. આ સફળ આયોજનમાં હનુમાન ફળિયાના તમામ યુવાનોએ મેનેજમેન્ટની કમાન સંભાળી અખૂટ મહેનત અને સહકાર સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ઉપરાંત, જય અંબે ડી.જે.ના મુકેશભાઈ પાડવીએ ડીજેના તાલે ઉત્સાહભરી કોમેન્ટરી કરીને તમામ ખેલાડીઓ તથા ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા, જેના કારણે નામી-અનામી તમામ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો.
આ પ્રસંગે ગ્રામ પંચાયત તોરણવેરા વતી વિજેતા તથા ઉપવિજેતા બંને ટીમોને સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયાએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ તમામ ગ્રામજનો, આયોજકો તથા સહયોગીઓને તહેદિલથી આભાર વ્યક્ત કર્યો હતો.












Comments
Post a Comment