Posts

Showing posts from July, 2024

Khergam : તોરણવેરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.

Image
Khergam : તોરણવેરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે આચાર્યશ્રી અનિલભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ પાંચ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,   બાળગીતો, બાળ અભિનય ગીત, વેશભૂષા, બાળવાર્તા, પશુ પક્ષીના મોહરા, બનાવવાની પ્રવૃત્તિઓ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ ગુરુજનોના માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. શાળાનાં ઉપશિક્ષકશ્રી સંદીપભાઈ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજ રોજ પ્રાથમિક શાળા તોરણવેરા અંતગર્ત બાળમેળા નુ આયોજન..્્્્્્ Posted by Sunil Dabhadiya on  Saturday, July 27, 2024

Khergam: ખેરગામ તાલુકાના ગૌરી અને તોરણવેરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Image
Khergam: ખેરગામ તાલુકાના ગૌરી અને તોરણવેરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આજ રોજ ખેરગામ તાલુકાના ગૌરી ગ્રામપંચાયત સંકુલ અને તોરણવેરા માધ્યમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા *એક પેડ માં કે નામ* અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખશ્રી ચુનીભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, ભાજપ મહામંત્રીશ્રી લિતેશભાઈ ગાંવિત, વિવિધ ગામના સરપંચશ્રીઓ પ્રકાશભાઈ પટેલ ગૌરીના યજમાનપદે, પંકજભાઈ નાયક વડપાડા, મહેન્દ્રભાઈ નાયક પાટી, સુનિલભાઈ નાયક તોરણવેરા, ચંદુભાઈ પટેલ ચીમનપાડા યુવા મોરચા મંત્રી મુકુંદભાઈ પટેલ, ગૌરી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો, યુવા બોર્ડ સંયોજક નિહાલભાઈ, આતિશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.