Toranvera : ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ 2018

 ખેરગામ તાલુકામાં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તોરણવેરા આશ્રમશાળાના ખાતે મામલતદાર મનિષ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં અલગ અલગ ખાતાની 989 અરજીનો સ્થળ ઉપર નિકાલ કરાયો હતો.

ખેરગામ તાલુકાના તોરણવેરા, ધામધુમા, નડગધરી, પાણીખડક સહિત પાંચ જેટલા ગામના સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ ઉપર પ્રશ્નોના નિકાલનો કાર્યક્રમ હોય તાલુકાના સંલગ્ન અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા. સેવાસેતુમાં આવક, જાતિ, ક્રિમિલિયર, ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડની અરજીઓ, માં અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઈશ્યુ કરવા બાબત,વિધવા સહાય અને વૃદ્ધ નિરાધાર સહાયની અરજીઓ,જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાની અરજીઓ તથા DGVCL, ખેતીવાડી, વનવિભાગ, જમીન માપણી, પશુપાલન, આદિજાતિ વિભાગ, અલગ અલગ વિભાગના સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા હતા. જે પૈકી સવારથી જ અરજદારોનો ભારે ધસારો રહ્યો હતો. કાર્યક્રમમાં કુલ 989 જેટલી અરજીઓ આવી હતી. જેનો હકારાત્મક નિકાલ કરાયો હતો. ખેરગામ તાલુકામાં ચોથા તબક્કાનો બીજો સેવાસેતુ આજરોજ તોરણવેરા ખાતે પૂર્ણ થતાં હવે ત્રીજો સેવસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
 Post credit : Divya Bhaskar (Asifbhai shekh)

Comments

Popular posts from this blog

Khergam : તોરણવેરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.