Toranvera: વર્ષ ૨૦૧૬માં તોરણવેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ખાતમૂર્હુત
ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તોરણવેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ખાતમૂર્હુત કરાયું હતું. પ્રસંગે નવસારી જિ.પં. પ્રમુખ દિનેશભાઈ પટેલ, આરોગ્ય સમિતિ અધ્યક્ષ તૃષાબેન, ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, તા.પં.પ્રમુખ કાંતાબેન પટેલ, આરોગ્ય અધિકારી. ડો.કન્નર, ડો.ગુણવંતીબેન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમિક આરોગ્ય કેન્દ્રના ખાતમુહુર્ત કાર્યક્રમનું ઉદબોધન જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ પટેલે કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એનએચએમ હેઠળ રૂ.98 લાખના ખર્ચે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન બનનાર છે. જેમાં આરોગ્ય સેવાઓનો લાભ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે અને લોકો વધુમાં વધુ સેવાનો લાભ લે એવો અનુરોધ કર્યો હતો.
માજી સાંસદ કાનજીભાઈ પટેલે આશીર્વચન આપ્યા હતા. ધારાસભ્ય છનાભાઈ ચૌધરીએ મા વાત્સલ્ય કાર્ડ વિશે સમજ આપી લોકોને સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ પટેલે નવા બનનારા મકાનનો સદઉપયોગ કરી લોકોને વધુમાં વધુ સેવાનો લાભ લેવા જણાવ્યું હતું.
અંતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભરતભાઈ પટેલે આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસ ખેરગામના સુપરવાઈઝર મહેશભાઈ લાડે કર્યું હતું.
તોરણવેરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમૂર્હુત કરાયું હતું
Post credit: Divya Bhaskar news (Asifbhai shekh)
Comments
Post a Comment