Khergam (Toranvera) : તોરણવેરા ઉત્તર બુનિયાદી તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.
Khergam (Toranvera) : તોરણવેરા ઉત્તર બુનિયાદી તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.
તારીખ :27-06-2024નાં દિને તોરણવેરા ગામની ઉત્તર બુનિયાદી તથા ઉચ્ચતર માધ્યમિક શાળા તોરણવેરા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો.
જેમાં નવસારી જિલ્લા ચીખલી ના DY SP ભગીરથસિંહ ગોહિલ સાહેબના અધ્યક્ષતા હેઠળ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી સુનિલભાઈ દભાડિયા, શાળાના આચાર્યશ્રી, શાળાના મંડળના પ્રમુખશ્રી સહિત સભ્યોની ઉપસ્થિતિમાં ધોરણ 9નાં બાળકોને પ્રવેશ તથા 9 થી 12 સુધીનાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઉપસ્થિત સાહેબશ્રીનાં હસ્તે વૃક્ષારોપણ કરી પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
Comments
Post a Comment