વિદ્યાર્થિની સિદ્ધિ: પાણીખડક સંસ્કાર વિદ્યામંદિરની દીકરીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન.

  વિદ્યાર્થિની સિદ્ધિ: પાણીખડક સંસ્કાર વિદ્યામંદિરની દીકરીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન.

અભ્યાસમાં શ્રેષ્ઠતા મેળવવી અને સમાજમાં નમૂનાનાં પાયાનું કામ કરવું એ દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે. ખેરગામ તાલુકાના પાણીખડક સંસ્કાર વિદ્યામંદિરમાં અભ્યાસ કરતી મિશાલ શ્રેયાકુમારી મહેશભાઈએ એ સાબિત કર્યું કે મહેનત અને ખંતથી કોઈ પણ શ્રેષ્ઠ સ્થાન મેળવવું શક્ય છે.

ભ્રષ્ટાચાર નિવારણ માટેની નિબંધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાની સફળતા

આદિવાસી વિસ્તારની વિદ્યાર્થીની શ્રેયાએ લાંચરૂશ્વતવિરોધી બ્યુરો, અમદાવાદ દ્વારા આયોજિત ભ્રષ્ટાચાર નિવારણ અંગેના કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો. તેની પ્રતિભા અને શિસ્તના કારણે શ્રેયાએ રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું અને શાળાનું ગૌરવ વધાર્યું.

મુખ્યમંત્રીના હસ્તે સન્માન અને પરિવારનો ગૌરવમય ક્ષણ

નવમી ડિસેમ્બર 2024ના આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણીના ઉપક્રમે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે શ્રેયાનું સન્માન કરવામાં આવ્યું. આ અવસરે શ્રેયા અને તેની સાથે રહેલા માર્ગદર્શક શિક્ષક ભરતભાઈ એમ. પટેલનો ઉત્સાહ વધાર્યો હતો.

પરિવાર અને શાળાનું ગૌરવ

શ્રેયાની સિદ્ધિ એ માત્ર શાળાનું જ નહિ પરંતુ તેનાના પરિવારનું ગૌરવ છે. મધ્યમવર્ગના અને શાળા વરદી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા પિતાએ દીકરીની આ સફળતાથી ગર્વની લાગણી અનુભવી.

પ્રેરણાદાયી સંદેશ

શ્રેયાની આ સિદ્ધિ એ તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે કે પ્રતિભા અને મહેનત સાથે કોઈપણ મુશ્કેલી પર વિજય મેળવી શકાય છે.

શુભેચ્છા અને શુભકામનાઓ

સંસ્કાર વિદ્યામંદિરના પ્રમુખશ્રી પરભુ દાદા, આચાર્ય મનોજકુમાર આર. પટેલ, અને સમગ્ર શાળા પરિવાર દ્વારા શ્રેયાને ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી. શ્રેયાને ભવિષ્યમાં પણ આવા જ સફળતાના શિખરો સર કરવા માટે શુભકામનાઓ.

આ સિદ્ધિ એ બતાવે છે કે નાના ગામડામાં રહેલા વિદ્યાર્થીઓ પણ મહેનત અને માર્ગદર્શનના આધારે મોટા સપનાને સાકાર કરી શકે છે.

ખેરગામ તાલુકાનું ગૌરવ મિશાલ શ્રેયાએ રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી ખ્યાતિ મેળવી છે. આ પ્રાપ્તિએ માત્ર શ્રેયાને જ નહીં, પરંતુ તેના માતાપિતા અને તોરણવેરા ગામને પણ ગૌરવ અપાવ્યું છે.


શ્રેયા દીકરી તોરણવેરા ગામની રહેવાસી છે. શાળા પરીવાર દ્વારા તેમનાં માતાપિતા અને ગામનાં સરપંચશ્રી સુનિલભાઈ દભાડિયાનું સન્માન કરાયું.

તોરણવેરા ગામનાં સરપંચશ્રી સુનિલભાઈના જણાવ્યા અનુસાર
શ્રેયા પટેલ તોરણવેરા ગામની દીકરી છે.જેમનુ કુંટુંબ આદિમજૂથમાં સમાવિષ્ઠ  છે. જે જમીન વિહોણા પરિવારમાંથી આવે છે. અને તેમનું ઘર સરકારી જમીનમાં છે. જે પાણીખડક વિદ્યામંદિર ખાતે અભ્યાસ કરે છે.જેમણે "ભ્રષ્ટાચાર નિવારણ" સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હોય જે, શાળા ઉપરાંત તોરણવેરા ગામ અને ખેરગામ તાલુકાનું પણ ગૌરવ વધાર્યું છે.

જે તેની મહેનત અને પ્રતિભાનું મૂલ્યવાન માન્યતા છે. જે અનુસંધાને તેના માતાપિતા અને તોરણવેરા ગામના સરપંચશ્રીનું પણ સન્માન કરવામાં આવ્યું. 

Comments

Popular posts from this blog

Khergam : તોરણવેરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.