ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં પોષણ ઉત્સવનું આયોજન.

 ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં પોષણ ઉત્સવનું આયોજન

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે સંકલિત બાળ વિકાસ સેવા દ્વારા પોષણ ઉત્સવનું આયોજન તાજેતરમાં તોરણવેરાની દૂધ મંડળીના મકાનમાં કરવામાં આવ્યું હતું. આ ઉત્સવના ઉદ્ઘાટન સમયે સરપંચ સુનીલ ડભાડિયા, પીએચસીના મેડિકલ ઓફિસર ડો. પૂજાબેન પટેલ અને પ્રાથમિક શાળાના સંદીપભાઈ હાજર હતા.

પોષણ ઉત્સવમાં 80 જેટલી આરોગ્યદાયી વાનગીઓનું નિર્દશન કરવામાં આવ્યું. તેમાં નાગલીના ઢોસા, સરગવાનાં મુઠીયા અને ટી.આર.એચ.થી બનાવાયેલી સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ વાનગીઓ માટે 3 શ્રેષ્ઠ વાનગીઓને પ્રોત્સાહિત કરવામાં આવી અને તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

આ ઉત્સવને સફળ બનાવવામાં સેજાં સુપરવાઈઝર ગુણવંતીબેન તથા આંગણવાડી વર્કર બહેનોની મહેનત વિશેષ રૂપે નોંધપાત્ર રહી. તોરણ વેરાના ગામના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ આયોજનને વધુ સફળ બનાવવામાં મદદ કરી.

આ પોષણ ઉત્સવ એ એક મહત્વપૂર્ણ પ્રવૃતિ છે, જે સમાજના દરેક વર્ગમાં પોષણના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.



Comments

Popular posts from this blog

Khergam : તોરણવેરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.