Posts

તોરણવેરા ગામના સરપંચશ્રી સુનિલભાઈ દભાડિયાને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ

Image
 તોરણવેરા ગામના સરપંચશ્રી  સુનિલભાઈ દભાડિયાને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ 

Toranvera school praveshotsav 2024

Image
 

Khergam (Toranvera) :;તોરણવેરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને શાળાનાં નવા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Image
 Khergam (Toranvera) :;તોરણવેરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને શાળાનાં નવા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. તારીખ 27-06-2024નાં દિને પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવ, શાળાના નવા મકાનનુ અને નંદઘર (આંગણવાડી)નુ લોકાર્પણ નિમિત્તે માન.પુ.કે.મંત્રી ધારાસભ્યશ્રી નરેશભાઇ તથા નવસારી જિલ્લા ચીખલીના DY SP ભગીરથસિંહ ગોહિલ સાહેબના અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.  શાળા પ્રવેશોત્સવ નિમિત્તે ખાસ દાતા શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામનાં પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ સાહેબશ્રીના હસ્તે બાળવાટિકાનાં તમામ બાળકોને તથા તમામ ધોરણના પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ જેમને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા આ પ્રસંગે ખેરગામ તાલુકાનાં અગ્રણીઓ ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનીલભાઈ દભાડીયા, ચુનીભાઈ પટેલ, જનતા કેળવણી મંડળનાં પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ,પ્રશાંતભાઇ પટેલ, વાડ ગામના અગ્રણી ચેતનભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ખેરગામ BRC, શાળાના શિક્ષકો, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા 

Khergam (Toranvera) : તોરણવેરા ઉત્તર બુનિયાદી તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

Image
   Khergam (Toranvera) : તોરણવેરા ઉત્તર બુનિયાદી તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ :27-06-2024નાં દિને તોરણવેરા ગામની ઉત્તર બુનિયાદી તથા ઉચ્ચતર માધ્યમિક શાળા તોરણવેરા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો.  જેમાં નવસારી જિલ્લા ચીખલી ના DY SP ભગીરથસિંહ ગોહિલ સાહેબના અધ્યક્ષતા હેઠળ  ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી સુનિલભાઈ દભાડિયા, શાળાના આચાર્યશ્રી, શાળાના મંડળના પ્રમુખશ્રી સહિત  સભ્યોની ઉપસ્થિતિમાં ધોરણ 9નાં   બાળકોને પ્રવેશ તથા 9 થી 12 સુધીનાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઉપસ્થિત સાહેબશ્રીનાં હસ્તે વૃક્ષારોપણ  કરી પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.   આજ રોજ ઉત્તર બુનિયાદી તથા ઉચ્ચતર માધ્યમિક શાળા તોરણવેરા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ નિમેતે નવસારી... Posted by  Sunil Dabhadiya  on  Thursday, June 27, 2024

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

Image
  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોલિયો દિવસ ઉજવાયો.

Image
  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોલિયો દિવસ ઉજવાયો. તારીખ :૨૩-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોલિયો દિવસ ઉજવાયો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત નવસારી દ્વારા આ કાર્યક્રમ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા ખાતે યોજાયો હતો.  જેમાં તોરણવેરા ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી સુનિલભાઈ દભાડિયાએ  દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. તેમજ તેમણે પાંચ વર્ષ સુધીનાં બાળદેવોને પોલિયોનાં ટીપાં પીવડાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આમ તો ભારત પોલિયો મુક્ત થઈ ગયેલ છે. પરંતુ હજુ પણ કેટલાંક દેશોમાંથી પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જે વાત સરકારશ્રી દ્વારા દેશના નાગરિકોને ધ્યાને લાવેલ  છે. તેથી આપના બાળકને દર વખતે પોલિયોના ટીંપા પીવડાવી, ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવામાં આપનું યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે. આજ રોજ 23 જુન રવિવાર પોલિયોના બે ટીપાં જીંદગી ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા ્્્્ Posted by  Sunil Dabhadiya ...

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

Image
  Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધ...