તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું. ખેરગામ, તારીખ:૧૪/૧૨/૨૦૨૫ : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (સબ સેન્ટર) નું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી લિતેશભાઈ ગાંવિત, ગામના સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયા, શ્રી ચેતનભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ વાઢુ, મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પટેલ સહિત ગામના આગેવાનો અને આરોગ્ય વિભાગના અધિકારી શ્રી પ્રજ્ઞેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. નવા સબ સેન્ટરથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સરળ, સુલભ અને સમયસર પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે ગ્રામિણ આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે. આ મહત્વપૂર્ણ સુવિધાની શરૂઆતથી ગામ લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
તોરણવેરા પ્રાથમિક શાળામાં યોજાયેલ વાલી સંમેલન: એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રેરણા તોરણવેરા પ્રાથમિક શાળાએ ૨૬મી જાન્યુઆરીની રાત્રે વાલી સંમેલનનું આયોજન કરીને શિક્ષણ અને સાંસ્કૃતિક એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કર્યું. આ સંમેલનના ઉદ્ઘાટનનો શ્રેય ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ અને ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલને જાય છે, જેમણે તેમની પ્રેરક ભાષણોથી શ્રોતાઓને પ્રભાવિત કર્યા. સંમેલનના મહત્વપૂર્ણ મોરચા: નરેશભાઈ પટેલે પ્રેરક પ્રવચન દ્વારા શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા. નરેશભાઇ પટેલે ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓ વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરીને સમગ્ર શિક્ષણ પદ્ધતિની સમજણ આપી. તેમણે તેમના વિદ્યાર્થી જીવનના અનુભવો શેર કર્યા અને કન્યા કેળવણી પર ખાસ ભાર મુક્યો. સાથે જ તેમણે બાળકોને શૈક્ષણિક શિક્ષણ સાથે સંસ્કાર અપાવવા પર મહત્વ આપ્યું અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કન્યા કેળવણીના પ્રયાસો ને શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા. પછી ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે , સ્થાનિક બોલીમાં સુંદર પ્રવચન આપીને શ્રોતાઓનું દિલ જીતી લીધું. ત...
Comments
Post a Comment