ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર પહોંચી.
ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી. ખેરગામ: ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત આયોજન હેઠળ વલ્લભ વિદ્યાનગર ખાતે “લોકકથા કથન શૈલી” વિષયક રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. દેશના વિવિધ રાજ્યોમાંથી લોકસાહિત્યના સંશોધકો, પ્રાધ્યાપકો અને લોકકલાપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ખેરગામ તાલુકાના તોરણવેરા ગામના લોકકલાકાર વલ્લભ ભોયા તથા તેમની ટીમે ઢાક વાઘના તાલે ગવાતી પરંપરાગત આદિવાસી લોકકથાનું જીવંત પ્રસ્તુતિકરણ કર્યું હતું. કુકણા ભાષામાં રજૂ થયેલી આ કથાગાયકીમાં ઢાક, થાળી અને ઘાંઘળી જેવા પરંપરાગત વાદ્યોના સંગાથે અનોખું સંગીતમય માહોલ સર્જાયો હતો, જેને ઉપસ્થિત મહાનુભાવોએ ખૂબ જ સરાહ્યું હતું. સેમિનારમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની લોકકથા પરંપરાઓનું પ્રદર્શન અને શૈક્ષણિક પરિષદો દ્વારા તેના ઐતિહાસિક, ભાષાશાસ્ત્રીય અને સાંસ્કૃતિક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જીવંત રહેલી કથાગીત પરંપરાએ સંશોધકોમાં વિશેષ રસ જગાવ્યો હતો. તોરણવેરા-બાર...