Posts

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

Image
  Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધ...

Toranvera phc

Image
 

વિવિધ પ્રસંગે દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫,૦૦૦નો દંડ કરવા કુકણા સમાજનો ઠરાવ.

Image
         વિવિધ પ્રસંગે દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫,૦૦૦નો દંડ કરવા કુકણા સમાજનો ઠરાવ. કુકણા સમાજ વિકાસ મંડળ દ્વારા તોરણવેરામાં કુકણા સમાજના શિબિરમાં વિવિધ મુદ્દે ચિંતન કરાયું. લગ્ન અને દેવ ઉજવણી પ્રસંગોમાં દેખાદેખીથી કરાતા ખોટા ખર્ચ પર કાબૂ મેળવવા અને યુવા વર્ગને વ્યસનમુક્તિ માટે જયંતિભાઈ પવારના અધ્યક્ષપદે એક સામાજિક ચિંતન શિબિર આશ્રમ શાળા તોરણવેરામાં રવિવારે યોજાયો હતો. તાજેતરમાં અવસાન પામેલા મીયાઝરી ગામના સમાજના વડીલ આગેવાન સ્વ. મનુભાઈ રમશુભાઈ માહલાને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સુમનભાઈ રાવત, ખંડુભાઈ માહલા અને મહેશભાઈ ગાયકવાડે એમના વક્તવ્યમાં કહ્યું હતું કે, આપણા સમાજ પાસે ખૂબ સારી રૂઢિપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટો ભાગ દેવામાં ડૂબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યાંથી સવાર માની પગલાં ભરવા જરૂરી છે. હાજર રહેલા સમાજ બાંધવોને આ બાબતે ખુલ્લા મને રજૂઆત અને ચર્ચા કરવા આહ્વાન કર્યું હતું. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારૂનું ચલન બહુ મોટી બદી છે. દેવ-દેવીના પ્રસંગો પણ બ...

Khergam : તોરણવેરા ગામે આજે કુકણા સમાજ વિકાસ મંડળનો સામાજિક ચિંતન શિબિર યોજાશે

Image
       Khergam :  તોરણવેરા ગામે આજે કુકણા સમાજ વિકાસ મંડળનો સામાજિક ચિંતન શિબિર યોજાશે ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે કુકણા સમાજ વિકાસ મંડળ ચીખલી ખેરગામ તરફ્થી લગ્ન અને બીજા સામાજિક પ્રસંગોમાં પ્રચલિત ખર્ચાળ અને ખોટી પરંપરામાં સુધારો કરી સામાજિક સમરસતા માટેનો એક ચિંતન શિબિર મંડળ સંચાલિત આશ્રમ શાળામાં રવિવારે સવારે ૯ વાગ્યાથી યોજવામાં આવ્યો છે. લગ્ન અને બીજા પ્રસંગોમાં દેખા-દેખી તથા અનુકરણથી સમાજના અનેક કુટુંબો નિવારી શકાય તેવા બિન જરૂરી ખર્ચા કરી દેવામાં ડૂબી જાય છે. સમાજની રૂઢી પરંપરામાં એકસુત્રતા લાવવી જરૂરી છે. સમાજને ખોટા ખર્ચથી બચાવી એટલીજ રકમ શિક્ષણ અને ધંધા રોજગારમાં રોકી આર્થિક વિકાસમાં વાપરી શકાય. ચતન શિબિરમાં સહભાગી થવા મંડળના પ્રમુખ નવનીતભાઈ ચૌધરી,હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ વિનતી કરી છે.

Toranvera : ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ 2018

  ખેરગામ તાલુકામાં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તોરણવેરા આશ્રમશાળાના ખાતે મામલતદાર મનિષ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં અલગ અલગ ખાતાની 989 અરજીનો સ્થળ ઉપર નિકાલ કરાયો હતો. ખેરગામ તાલુકાના તોરણવેરા, ધામધુમા, નડગધરી, પાણીખડક સહિત પાંચ જેટલા ગામના સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ ઉપર પ્રશ્નોના નિકાલનો કાર્યક્રમ હોય તાલુકાના સંલગ્ન અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા. સેવાસેતુમાં આવક, જાતિ, ક્રિમિલિયર, ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડની અરજીઓ, માં અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઈશ્યુ કરવા બાબત,વિધવા સહાય અને વૃદ્ધ નિરાધાર સહાયની અરજીઓ,જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાની અરજીઓ તથા DGVCL, ખેતીવાડી, વનવિભાગ, જમીન માપણી, પશુપાલન, આદિજાતિ વિભાગ, અલગ અલગ વિભાગના સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા હતા. જે પૈકી સવારથી જ અરજદારોનો ભારે ધસારો રહ્યો હતો. કાર્યક્રમમાં કુલ 989 જેટલી અરજીઓ આવી હતી. જેનો હકારાત્મક નિકાલ કરાયો હતો. ખેરગામ તાલુકામાં ચોથા તબક્કાનો બીજો સેવાસેતુ આજરોજ તોરણવેરા ખાતે પૂર્ણ થતાં હવે ત્રીજો સેવસેતુ કાર્યક્રમ યોજાયો હતો.  Post cred...

Toranvera: વર્ષ ૨૦૧૬માં તોરણવેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ખાતમૂર્હુત

 ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તોરણવેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ખાતમૂર્હુત કરાયું હતું. પ્રસંગે નવસારી જિ.પં. પ્રમુખ દિનેશભાઈ પટેલ, આરોગ્ય સમિતિ અધ્યક્ષ તૃષાબેન, ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, તા.પં.પ્રમુખ કાંતાબેન પટેલ, આરોગ્ય અધિકારી. ડો.કન્નર, ડો.ગુણવંતીબેન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમિક આરોગ્ય કેન્દ્રના ખાતમુહુર્ત કાર્યક્રમનું ઉદબોધન જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ પટેલે કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એનએચએમ હેઠળ રૂ.98 લાખના ખર્ચે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન બનનાર છે. જેમાં આરોગ્ય સેવાઓનો લાભ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે અને લોકો વધુમાં વધુ સેવાનો લાભ લે એવો અનુરોધ કર્યો હતો. માજી સાંસદ કાનજીભાઈ પટેલે આશીર્વચન આપ્યા હતા. ધારાસભ્ય છનાભાઈ ચૌધરીએ મા વાત્સલ્ય કાર્ડ વિશે સમજ આપી લોકોને સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ પટેલે નવા બનનારા મકાનનો સદઉપયોગ કરી લોકોને વધુમાં વધુ સેવાનો લાભ લેવા જણાવ્યું હતું. અંતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભરતભાઈ પટેલે આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસ ખેરગામના સુપર...

તોરણવેરા ગામ, ખેરગામ, નવસારી

Image
  તોરણવેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ ખેરગામ તાલુકામાં આવેલું એક ગામ છે.જે ખેરગામ તાલુકાની પૂર્વ દિશામાં આવેલું છે. ખેરગામ મુખ્ય મથકથી તે 14 કિમી અંતર ધરાવે છે.તોરણવેરા ગામમાં પ્રાથમિક શાળા, દૂધની ડેરી, આંગણવાડી, પંચાયતઘર, દવાખાનુ જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.