Posts

Showing posts from August, 2026

તોરણવેરા આંગણવાડી કેન્દ્ર ખાતે સેજાનો પોષણ ઉત્સવ યોજાયો.

Image
 તોરણવેરા આંગણવાડી કેન્દ્ર ખાતે સેજાનો પોષણ ઉત્સવ યોજાયો. ખેરગામ, તા. ૨૫/૦૮/૨૦૨૬: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની નિશાળ ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે મંગળવારના રોજ સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત તોરણવેરા સેજાના આંગણવાડી કેન્દ્રોનો પોષણ ઉત્સવ કાર્યક્રમ ડૉ. ચિરાગ ગાવિતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પોષણ ઉત્સવમાં જાડાધાન્ય એટલે કે મિલેટ્સ તેમજ બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને આપવામાં આવતી THR સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવેલી ૫૦થી વધુ પૌષ્ટિક વાનગીઓનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાથમિક શાળા તોરણવેરાના પ્રિન્સિપાલ શ્રી હેમાંગભાઈ ટંડેલ, તાલુકા પંચાયત સભ્ય શિલ્પાબેન વાઢુ અને સેજા સુપરવાઈઝર ગુણવંતીબેન હળપતિ સહિત ગામની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. ચિરાગ ગાવિતે પોષણ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, યોગ્ય પોષણ એટલે પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ સહિતના જરૂરી પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવો ખોરાક. સરકાર દ્વારા આપવામાં આવતી બાળશક્તિ અને માતૃશક્તિની THR સામગ્રીમાં પણ આ પોષક તત્વોને ધ્યાનમાં રાખવામાં આવે છે. બાળકો તેમજ સગર્ભા...

તોરણવેરા પ્રાથમિક શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી.

Image
   તોરણવેરા પ્રાથમિક શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી. તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયાને ધ્વજવંદન અને તિરંગો લહેરાવવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયાએ ઉપસ્થિત મહેમાનો, આચાર્યશ્રી, શિક્ષકગણ, વડીલો, માતા-બહેનો, યુવાનો, ગ્રામજનો તથા શાળાના ભૂલકાઓને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દેશની આઝાદી માટે બલિદાન આપનાર અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક નમન કરી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. સરપંચશ્રીએ જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે માત્ર સરપંચ જ જવાબદાર નથી, પરંતુ ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી જ ગામનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. રસ્તા, પીવાનું પાણી, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય, સ્ટ્રીટલાઇટ, વૃક્ષારોપણ તેમજ ખેડૂતો માટેની જરૂરી સુવિધાઓ અંગે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે યુવાનો અને વિદ્યાર્થીઓને ગામનું ભવિષ્ય ગણાવી સારું શિક્ષણ મેળવી ગામ તથા દેશનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. સા...

‘ડાંગી રામકથા’થી દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકસાહિત્ય સુધી — કાછલમાં સેમિનાર

Image
    ‘ડાંગી રામકથા’થી દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકસાહિત્ય સુધી — કાછલમાં સેમિનાર મહુવા (સુરત), તા. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬: મહુવા તાલુકાના કાછલ ખાતે આવેલી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં ગુજરાતી વિભાગ અને નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG), અમદાવાદના રિસર્ચ એન્ડ ઇનોવેશન પ્રકલ્પ ના સહયોગથી ‘આદિવાસી લોકસાહિત્ય વિમર્શ’ વિષય પર એકદિવસીય રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ દક્ષિણ ગુજરાતની આદિવાસી લોકપરંપરા, લોકસાહિત્ય, સંગીત અને સાંસ્કૃતિક વારસાને શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં સમજવાનો તથા વિદ્યાર્થીઓમાં આ વિષયના અભ્યાસ અને સંશોધન અંગે રસ જગાવવાનો હતો. સેમિનારમાં શ્રી ડાહ્યાભાઈ વાઢુએ ‘ડાંગી રામકથા’ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે ડાંગી લોકપરંપરામાં રામકથાના સ્વરૂપ, તેની મૌખિક પરંપરા અને ગાયકી સાથે જોડાયેલા વિવિધ પાસાઓ અંગે માહિતી આપી હતી. ડૉ. વિક્રમ ચૌધરીએ ‘દક્ષિણ ગુજરાતનું આદિવાસી લોકસાહિત્ય’ વિષય પર રજૂઆત કરી હતી. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો તથા પ્રેઝન્ટેશન દ્વારા તેમણે આદિવાસી લોકસાહિત્ય અને સંગીતની વિશિષ્ટતાઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી. કાર્ય...