તોરણવેરા ગામની ચાર આંગણવાડી કેન્દ્રોમાં ‘આંગણ ઉત્સવ ૨૦૨૬’ની ઉજવણી.
તોરણવેરા ગામની ચાર આંગણવાડી કેન્દ્રોમાં ‘આંગણ ઉત્સવ ૨૦૨૬’ની ઉજવણી. ખેરગામ, તા. ૧: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં કાર્યરત ચાર આંગણવાડી કેન્દ્રો ખાતે રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત **‘આંગણ ઉત્સવ ૨૦૨૬’**ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગામના સરપંચશ્રી સુનીલભાઈ દભાડીયા ના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યશ્રીમતી શિલ્પાબેન વાઢું , ગ્રામ પંચાયતના સભ્ય તથા યુવા આગેવાન શ્રી ભાવેશ વાઢું તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હેમાંગ ટંડેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચારેય આંગણવાડી કેન્દ્રો ખાતે મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે આચાર્ય શ્રી હેમાંગ ટંડેલે બાળકોના પ્રારંભિક શિક્ષણ અને સંસ્કારના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે બાળપણમાં બાળક ખૂબ ઝડપથી શીખે છે. આંગણવાડીમાં બાળક અન્ય બાળકો સાથે રહીને સામાજિક અને શૈક્ષણિક કૌશલ્યો વિકસાવે છે અને શાળામાં પ્રવેશ બાદ તેનો લાભ મળે છે. બાળકોના સારા શિક્ષણ માટે વાલીઓએ બાળપણથી જ સારા સંસ્કારો અને સારી ટેવો કેળવવા પર ધ્યાન આપવું જોઈએ. રાષ્ટ્રીય પોષણ માસનો મુખ્ય હેતુ માતાઓ, કિશોરીઓ અને બાળક...