Posts

Showing posts from September, 2026

ખેરગામના તોરણવેરામાં સો વર્ષ જૂની ‘રાત હવાન’ પરંપરા આજે પણ અકબંધ

Image
  ખેરગામના તોરણવેરામાં સો વર્ષ જૂની ‘રાત હવાન’ પરંપરા આજે પણ અકબંધ ખેરગામ, નવસારી: ખેરગામ તાલુકાના તોરણવેરા વિસ્તારમાં આદિવાસી લોકપરંપરા અને લોકઇતિહાસ સાથે જોડાયેલી સો વર્ષથી વધુ જૂની ‘રાત હવાન’ની પરંપરા આજે પણ જીવંત જોવા મળે છે. સ્થાનિક લોકવાયકાઓ અનુસાર, આશરે ઈ.સ. 1922ના સમયગાળામાં દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ભારતમાં ફેલાયેલા શીતળાના રોગચાળા દરમિયાન લોકોમાં સ્વચ્છતા અને રોગ સામે જાગૃતિ લાવવા માટે લોકચળવળ ઊભી થઈ હતી. તે સમયગાળામાં શીતળાના રોગને લોકો ‘દેવી આવી’ તરીકે ઓળખતા હતા. મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારથી શરૂ થયેલી આ લોકચળવળ ધરમપુર, વાંસદા, સુરગાણા, નાશિક, કળવણ, ડાંગ, નવાપુર, સોનગઢ અને વ્યારા સહિતના વિસ્તારોમાં ફેલાઈ હતી. સમય જતાં આ ચળવળ આદિવાસીઓના શોષણ સામેના અવાજ સાથે પણ જોડાઈ હોવાનું ઇતિહાસમાં નોંધાય છે. રાત હવાન દરમિયાન ગ્રામજનો ગામદેવીના સ્થળે એકત્ર થાય છે. ચોખાના લોટમાંથી દેવી, રાનભૂત અને ઈયળ જેવા પ્રતિકો બનાવવામાં આવે છે અને તેના પર સિંદૂર લગાવવામાં આવે છે. માટીમાંથી બાવો બનાવી તેમાં મરચાં ખોસી તેને પ્રતિકાત્મક સ્વરૂપ આપવામાં આવે છે. દેવી માટે નાનકડો હિંચકો અને ઝોળી બનાવવામાં...

તોરણવેરામાં નવરંગ યુવક મંડળના ગણેશ ઉત્સવમાં ભવ્ય આરતી અને ગરબા યોજાયા

Image
  તોરણવેરામાં નવરંગ યુવક મંડળના ગણેશ ઉત્સવમાં ભવ્ય આરતી અને ગરબા યોજાયા તોરણવેરા, તા. 22 સપ્ટેમ્બર: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામ ખાતે નવરંગ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ અંતર્ગત તા. 22 સપ્ટેમ્બરના રોજ શ્રી ગણેશજીની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ખેરગામ તાલુકા ભાજપ મંડળના આગેવાનો, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા સભ્યશ્રીઓ, ખેરગામ તાલુકાના સરપંચશ્રીઓ, નવસારી જિલ્લા પંચાયતના દંડકશ્રી સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તોરણવેરા તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહી શ્રી ગણેશજીની ભવ્ય આરતીનો લાભ લીધો હતો. ઉપસ્થિત ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શ્રી ગણેશજીની આરાધના કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ગણેશ ઉત્સવના કાર્યક્રમના ભાગરૂપે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આરતી અને ગરબાના કાર્યક્રમથી સમગ્ર તોરણવેરા ગામ ભક્તિમય અને ઉત્સાહભર્યા વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. નવરંગ યુવક મંડળ દ્વારા આયોજિત ગણે...