Posts

તોરણવેરામાં નવરંગ યુવક મંડળના ગણેશ ઉત્સવમાં ભવ્ય આરતી અને ગરબા યોજાયા

Image
  તોરણવેરામાં નવરંગ યુવક મંડળના ગણેશ ઉત્સવમાં ભવ્ય આરતી અને ગરબા યોજાયા તોરણવેરા, તા. 22 સપ્ટેમ્બર: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામ ખાતે નવરંગ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ અંતર્ગત તા. 22 સપ્ટેમ્બરના રોજ શ્રી ગણેશજીની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ખેરગામ તાલુકા ભાજપ મંડળના આગેવાનો, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા સભ્યશ્રીઓ, ખેરગામ તાલુકાના સરપંચશ્રીઓ, નવસારી જિલ્લા પંચાયતના દંડકશ્રી સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તોરણવેરા તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહી શ્રી ગણેશજીની ભવ્ય આરતીનો લાભ લીધો હતો. ઉપસ્થિત ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શ્રી ગણેશજીની આરાધના કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ગણેશ ઉત્સવના કાર્યક્રમના ભાગરૂપે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આરતી અને ગરબાના કાર્યક્રમથી સમગ્ર તોરણવેરા ગામ ભક્તિમય અને ઉત્સાહભર્યા વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. નવરંગ યુવક મંડળ દ્વારા આયોજિત ગણે...