🩸 ખેરગામ તાલુકાના તોરણવેરા PHC ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
🩸 ખેરગામ તાલુકાના તોરણવેરા PHC ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. ગ્રામજનો, યુવાનો અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો તોરણવેરા: તોરણવેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે PHC પરિવાર અને ગ્રામજનોના સહયોગથી ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “રક્તદાન કરો, કોઈનું જીવન બચાવો”ના સંદેશ સાથે યોજાયેલા આ કેમ્પમાં ગ્રામજનો, યુવાનો તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કેમ્પ દરમિયાન કુલ 16 બેગ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચશ્રી સુનિલભાઈ ડાભડીયા, ખેરગામ THO ડૉ. પ્રગ્નેશ દેસાઈ, તાલુકા પંચાયત સભ્યશ્રી શિલ્પાબેન ભાવેશકુમાર વાઢુ, માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ગમનભાઈ હુડકિયા, ગ્રામ પંચાયત સભ્યશ્રી ભાવેશ વાઢુ તેમજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમાંગ ટંડેલ સહિત ગામના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પના આયોજન અને વ્યવસ્થામાં તોરણવેરા PHCના મેડિકલ ઓફિસર ડૉ. પાર્થ પટેલ, આરોગ્ય કાર્યકર રાકેશભાઈ પટેલ, PHC સુપરવાઇઝર અલ્કેશભાઈ સહિત સમગ્ર આરોગ્ય કર્મચારી ટીમે મહત્વપૂર્...